વાંકી તીર્થ આવવા માટે માર્ગદર્શન
સુવિધાઓ અને માર્ગ દર્શન
વાંકી તીર્થ, કચ્છ, ગુજરાત
આવવા માટેની માર્ગદર્શિકા
તીર્થયાત્રાના અનુકૂળ સુવિધાઓ:
- રેલવે તથા પ્લેન દ્વારા ગાંધીધામ કે ભુજ સુધી આવી શકાય છે.
- ગાંધીધામ થી 65 કિલોમીટર
- ભુજ થી 40 કિલોમીટર
- ભદ્રેશ્વર તીર્થ થી 27 કિલોમીટર
- મુન્દ્રા થી 22 કિલોમીટર
આ વાંકી તીર્થમાં આવવા માટે આ બધા સ્થાનેથી બધી જાતના વાહનો ઉપલબ્ધ છે. તીર્થના પરિસરમાં પાર્કિંગની સુંદર વ્યવસ્થા છે.
વાંકી તીર્થ આવવા માટે માર્ગદર્શન:
- રેલ્વે: ભારતના કોઈપણ પ્રાંતમાંથી રેલ્વે ગાંધીઘામ સ્ટેશને આવી શકાય છે. મુંબઈથી કચ્છ એક્ષ્પ્રેસ ફાસ્ટ અને અન્ય ગાડીની સુવિધા છે.
- બસ: ગાંધીઘામથી મુન્દ્રા માંડવી જતી બસોમાં પણ તીર્થમાં આવવા તથા જવાની સગવડ છે.
- વિમાન: મુંબઈથી ભુજ તથા કંડલા માટે વિમાન સર્વિસ છે. ત્યાંથી વાંકી તીર્થ આવવા ટેક્ષીઓ મળે છે.
- લકઝરી બસો: મુંબઈ, ભુજ, ગાંધીઘામ તથા માંડવી વચ્ચે ખાનગી બસો પણ નિયમિત મળી શકે છે.
કચ્છમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર (એસ.ટી.) ની પુરી સગવડ છે. તે અંગેની માહિતી ટ્રસ્ટની પેઢી ઉપર અથવા રાજ્યના મુખ્ય બસ સ્ટેન્ડો ઉપર મેળવી શકાય છે.