એસી નોન એસી 64 રૂમો વાળા સુઘડ-સ્વચ્છ ત્રણ અતિથિ ગૃહો.
સ્પેશિયલ સ્થાન ગૃહો તેમજ ગરમ પાણી માટે સોલાર સિસ્ટમ પણ.
ત્રણે ટાઇમ જયણાપૂર્વકનું ઉત્તમ-સ્વાદિષ્ટ-ઘર જેવું ભોજન પ્રાપ્ત થાય એવી સુંદર ભોજનશાળા.
પોતાનું રસોડું લાવનાર સંઘો માટે વિશાળ સિદ્ધાર્થ મંડપ.
નિરાંત અને નવરાશ ને તાજગી અને પ્રસન્નતા ભરી બનાવવા માટે તીર્થ પરિસરના સોહામણા વાતાવરણમાં બેસવાની મઢૂલી છે.
પ્રભુ ભક્તિ સાથે જ્ઞાન ભક્તિ માટે વિશાળ જ્ઞાન ભંડાર જેમાંથી અધિક હસ્ત લેખિત પ્રતો ના દર્શન.
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુથી મંડિત, 132 વર્ષ પ્રાચીન વાંકી ગામના જિનાલયની સ્પર્શના આપની યાત્રાને અચૂક સફળ બનાવશે.