કચ્છની ધિંગીધરાના એક ભાગરૂપ કંઠી વિસ્તારમાં નાનકડા ગામ વાંકીમાં આધ્યાત્મ યોગી પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞાના ફળ સ્વરૂપે આ અતિ ભવ્ય શોભાયમાન ગગનચુંબી જિનાલય બન્યું.
ભવ્ય ઉત્તુંગ કોતરણીમય ચાર જિનાલય તથા બે ગુરુ મંદિરનું નિર્માણ થયેલ છે જેમાં મનમોહક પ્રભુજી તથા ગુરુ મૂર્તિઓ બિરાજમાન છે.
શિખરો ઉપરાંત મેઘનાદ મંડપ, નૃત્યમંડપ, શણગાર ચોકી તથા અસંખ્ય થાંભલા તથા ચાર આધાર સ્તંભો ઉપર ઉભેલા દેરાસરના ફરતે આહલાદક પટોનું નિર્માણ થયેલ છે.
ધાંગધ્રા પથ્થરમાં નિર્મિત દેરાસર સ્વર્ગ તુલ્ય દેખાય છે.